પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)પોરબંદર સી ટીમ કામગીરી અંતર્ગત હાર્બર મરિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખારવા પ્રાથમિક શાળા સુભાષ નગર ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સ્પેક્ટર તથા સી ટીમ ના સભ્યો દ્વારા ધો. 8 ના આશરે 50 જેટલા બાળકોને નશીલા પદાર્થોથી તથા નુક્શાન તથા માદક પદાર્થના ઉપયોગ તથા હેરા-ફેરીથી થતી આડ અસરો બાબતે જાગૃતી કેળવવા સારૂ ડ્રગ્સ એક્ટીવીટીના હેલ્પલાઇન નં.1933 ની માહીતી આપવામાં આવેલ તેમજ વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ તેમજ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી તે માટે જાણકારી આપી ગુડ ટચ બેડ ટચ એવરનેસ કાર્યક્રમ કરી વિદ્યાર્થી ઓ ને લગત સી ટીમ ની કામગીરી કરેલ તેમજ વિદ્યાર્થીની બહેનોને ઘરેલુ હિંસા, શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણ ના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નવા કાયદાઓ વિશે તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ POCSO તેમજ મહિલા હેલ્પલાઇન 181 ની વિગતવાર માહિતી આપેલ બાળકોને ચિલ્ડ્રન હેલ્પલાઇન નંબર 1098 વિશેનો ઉપયોગ કેમ કરવો એના વિશે પણ માહિતગાર કરેલ અને ટ્રાફીક ના નિયમો અંગે સમજ કરેલ તથા સાયબર ક્રાઈમ થી થતાં ફ્રોડ બાબતે માહિતી આપેલ તેમજ help line number 181 અને 112 અને ઈમરજન્સી નંબર 100 વિશે પણ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે, UHC એન.એમ.ખેર, UPC કે.કે. ઓડેદરા, WALR એસ.બી.રાઠોડ તથા WALR કે.બી.ગોઢાણીયા જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya