બોટાદ, 25 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ચૂંટાયેલા 67 ઉમેદવારોને આજે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના હસ્તે આ નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નવા નિમણુક પ્રાપ્ત શિક્ષકોને શિક્ષણાધિકારીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી અને શિક્ષણ ક્ષેત્રમાં તેમની જવાબદારી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, શિક્ષક એ સમાજ ઘડનારો કળાકાર છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષકોની ભૂમિકા અતિમહત્વની છે. નવી પેઢીને ઘડવાનો અવસર મળ્યો છે, તેથી તમામ શિક્ષકો સેવાભાવથી કાર્ય કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
નવા નિમણૂકપામેલ શિક્ષકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. અનેક ઉમેદવારોએ આ અવસરને “જીવનમાં એક શરૂ થવાનો દિવસ” તરીકે ઉલ્લેખ કર્યો. આ પગલાંથી બોટાદ જિલ્લાની શાળાઓમાં શિક્ષકગણની ખામી દૂર થવામાં મદદ મળશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્વક શિક્ષણ મળી રહેશે.
આ નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમના અંતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ તમામને શુભકામનાઓ આપી અને ભાવિ કારકિર્દી માટે સફળતાનીકરી.
આવા આયોજનથી જિલ્લાની શૈક્ષણિક સિદ્ધિઓમાં વધારો થવાની આશા વ્યકત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai