માધવપુરમાં પ્રેમસંબંધના મનદુઃખને લઈને યુવાન પર હુમલો
પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના માધવપુર ખાતે રહેતા યુવાન પર પ્રેમ સંબધના મનદુઃખને લઇ બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.માધવપુરની ઉંચાણા શેરીમાં રહેતો અને રીક્ષા ડ્રાઈવરનો વ્યવાસયા કરતા હસ
માધવપુરમાં પ્રેમસંબંધના મનદુઃખને લઈને યુવાન પર હુમલો


પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના માધવપુર ખાતે રહેતા યુવાન પર પ્રેમ સંબધના મનદુઃખને લઇ બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.માધવપુરની ઉંચાણા શેરીમાં રહેતો અને રીક્ષા ડ્રાઈવરનો વ્યવાસયા કરતા હસમુખ ઉર્ફે ભુરો ભીખુભાઈ વાજા નામના યુવાન પર આમદ જમા લુચ્ચાણી અને અજાણ્યા શખ્સો લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ અને પગના ભાગે ઈજા પહોંચાડી હતી.

જયારે અન્ય શખ્સે ઢીકા-પાટુનો માર માર મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી હરસુખને હુમલો કરનાર આમદ જુમા લુચ્ચાણીની પત્નિની સાથે બે માસ પહેલા પ્રેમ સંબંધ હોય તેના મનદુઃખને લઈ આ હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવ અંગે માધવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande