ભાવનગર 25 જુલાઈ (હિ.સ.) ભાવનગરના બપાડા ગામના આ ખેડૂતે ખારેકની ખેતીમાં મેળવી સફળતા.ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામે રહેતા ખેડૂત ગોહિલ હરદેવસિંહ જેવો અગાઉ એગ્રો ચલાવતા હતા પરંતુ પોતે રસાયણ વેચતા વેચતા એવું વિચાર આવ્યો કે આપણે આ છોડી અને કંઈક અલગ કરવું જોઈએ જેથી તેઓએ પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી પ્રાકૃતિક ખેતીમાં હાલ તેઓએ 10 વીઘામાં ખારેકનું વાવેતર કર્યું છે. આ ખારેક પ્રાકૃતિક હોવાના કારણે તેનું વેચાણ અહીંયા ખેતર પરથી જ થઈ જતું હોય છે જેના એક કિલોના ભાવ ખેડૂતને 100 મળી રહ્યા છે. પોતે એક વીઘા માંથી આ ખારેકનું વેચાણ કરી 1,00,000 કરતા પણ વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
આ અંગે ગોહિલ હરદેવસિંહ જણાવ્યું કે મેં એમ એ બી એડ સુધીનો અભ્યાસ કરેલો છે. અગાઉ હું એગ્રો એગ્રો ચલાવતો હતો પરંતુ રાસાયણિક અને કેમિકલ યુક્ત ખાતર દવા વગેરેનો વિચાર આવ્યો કે કંઈક અલગ ખેતી ની શરૂઆત કરવી જોઈએ જેથી મેં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. તે સમયે ખારેકની ખેતી આપણા પંથકમાં નવો પાક ગણાતો હતો જેથી તેના પ્રત્યે મને એવું લાગ્યું કે આ ખેતી કરવી જોઈએ જેથી કારકની ખેતી અંગે મેં જાણકારી મેળવી અને ત્યારબાદ ખારેકની ખેતી કરવા અંગેનો નિર્ણય કર્યો.
હાલ મારે દસ વીઘામાં ખારેકનું વાવેતર કરેલું છે જે સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી પકવવામાં આવે છે. જ્યારે ખારેક ઝાડ ઉપર પાકી જાય છે ત્યારબાદ જ તેને ત્યાંથી તોડવામાં આવે છે. સંપૂર્ણ પ્રાકૃતિક હોવાના કારણે આ ખારેકનું વેચાણ કરવા માટે અમારે ક્યાંય જવું નથી પડતું સીધો જ અમારી વાડી પરથી ગ્રાહકો ખરીદી કરી જાય છે અને અહીંયાથી જ વેચાણ કરવામાં આવે છે. જેટલો ઉતારો આવે તેટલી રોજના માટે વેચાણ થઈ જતું હોય છે.
ખારેકની ખેતીમાં મુંડા નો પ્રશ્ન રહેતો હોય છે આ ઉપરાંત પાન ખોરી ખાય તે કિંગા જીવાત નો પ્રશ્ન રહેતો હોય છે. તેના નિયંત્રણ માટે જ્યાં તેણે હોલ પાડ્યો હોય ત્યાં જ તેનું નિયંત્રણ કરવામાં આવે છે. વાવેતર કરવા માટેના ખારેકના રોપા કચ્છમાંથી લાવ્યા હતા જે ટીશ્યુ કલ્ચરના છે. તે સમયે એક રોપા ની કિંમત 3,500 હતી. ખારેકનો વેચાણ સમયે એક કિલો નો ભાવ 100 મળે છે અને એક વીઘામાંથી અંદાજિત 1,00,000 કરતા પણ વધુનું ઉત્પાદન મળી રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai