સૂરજ ગામના સરપંચનો અભિનંદન યોગ્ય પ્રયાસ: વિદ્યાર્થીઓને મફત એસ.ટી. પાસ
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : બચુરાજી તાલુકાના સૂરજ ગામના સરપંચ પિયુષભાઈ નાડોળાએ અભ્યાસ માટે બેચરાજી અને સાપાવાળા જતા ગામના 54 વિદ્યાર્થીઓને મફત એસટી પાસ અપાવ્યા છે. અગાઉ સુધી વિદ્યાર્થીઓને સાઇકલ કે પગપાળા જવું પડતું હતું. સરપંચે ત્રણ વખત ડેપો મેનેજરન
સૂરજ ગામના સરપંચનો અભિનંદનયોગ્ય પ્રયાસ: વિદ્યાર્થીઓને મફત એસટી પાસ


સૂરજ ગામના સરપંચનો અભિનંદનયોગ્ય પ્રયાસ: વિદ્યાર્થીઓને મફત એસટી પાસ


મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : બચુરાજી તાલુકાના સૂરજ ગામના સરપંચ પિયુષભાઈ નાડોળાએ અભ્યાસ માટે બેચરાજી અને સાપાવાળા જતા ગામના 54 વિદ્યાર્થીઓને મફત એસટી પાસ અપાવ્યા છે. અગાઉ સુધી વિદ્યાર્થીઓને સાઇકલ કે પગપાળા જવું પડતું હતું.

સરપંચે ત્રણ વખત ડેપો મેનેજરને મળીને ગામની ભૌગોલિક પરિસ્થિતિ સમજાવી અને બસની વ્યવસ્થા પૂરતી પાડવાની માંગ કરી. ડેપો મેનેજરે બસની સવાર-સાંજ સેવા શરૂ કરી અને સરપંચે તમામ વિદ્યાર્થીઓના પાસનો ખર્ચ પોતાની ખિસ્સેથી ઉઠાવ્યો.

ગામના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. આ કાર્યમાં ઠાકોર વિનુજી, વિશાલ, હમીરજી સહિતના યુવાનો સહભાગી બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande