દેતડ ગામમાં રૂ. ૨૦ લાખના વિકાસકાર્યોનું, ખાતમુહૂર્ત કરાયું
અમરેલી 25 જુલાઈ (હિ.સ) દેતડ ગામમાં રૂ. ૨૦ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં આજ રોજ વિવિધ વિકાસકાર્યો માટે રૂ. ૨૦ લાખના ખર્ચે થનારા કામોની શિલાન્યાસ વિધિ આયોજન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકાના વિક
દેતડ ગામમાં રૂ. ૨૦ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું


અમરેલી 25 જુલાઈ (હિ.સ) દેતડ ગામમાં રૂ. ૨૦ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં આજ રોજ વિવિધ વિકાસકાર્યો માટે રૂ. ૨૦ લાખના ખર્ચે થનારા કામોની શિલાન્યાસ વિધિ આયોજન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકાના વિકાસ અધિકારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગામના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક જરૂરિયાતો મુજબ રોડ-રસ્તા, પીવાના પાણીની સુવિધા, નાળા નિર્માણ, લાઈટની સુવિધા, તેમજ જમવાની જગ્યા જેવી બેઝિક સુવિધાઓના વિકાસ માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વરસાદી પાણી ને ધ્યાને રાખી પાણીની નિકાસ માટેના નાળાઓના મરામત તથા નવા નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત જિલ્લા અને તાલુકા સ્તરના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ગ્રામ વિકાસના કામો ઝડપથી આગળ ધપાવવામાં આવશે. દેતડ ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવી જીવલેણ જીવનશૈલી અપાવવાનું ધ્યેય રાખી આ કામગીરી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામજનો દ્વારા આવા વિકાસાત્મક પગલાંને આવકાર મળ્યો હતો તથા તેમણે આવનારા સમયમાં પણ વધુ કામો થવા જોઈએ તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande