ડાયાબીટીસના સ્ક્રીનીંગ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું
અમરેલી, 25 જુલાઈ (હિ.સ.) : આજરોજ NCD (Non-Communicable Diseases) પ્રોગ્રામ અંતર્ગત અમરેલી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (UPHC) ખાતે બ્લડપ્રેશર (બીપી) તથા ડાયાબીટીસ જેવા જીવલેણ રોગો માટે સ્ક્રીનિંગ કેમ્
ડાયાબીટીસના સ્ક્રીનીંગ કેમ્પો નું આયોજન કરવામાં આવ્યું


અમરેલી, 25 જુલાઈ (હિ.સ.) : આજરોજ NCD (Non-Communicable Diseases) પ્રોગ્રામ અંતર્ગત અમરેલી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (UPHC) ખાતે બ્લડપ્રેશર (બીપી) તથા ડાયાબીટીસ જેવા જીવલેણ રોગો માટે સ્ક્રીનિંગ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પોમાં 30 વર્ષથી વધુ વયના નાગરિકોની નિયમિત આરોગ્ય તપાસણી કરીને તેમને હાઈપરટેન્શન અને ડાયાબીટીસ અંગે જાગૃત કરવામાં આવ્યા. પેરામેડિકલ સ્ટાફ તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા દર્દીઓનું બ્લડપ્રેશર માપવામાં આવ્યું તથા બ્લડ સુગરનું પરીક્ષણ પણ કરાયું.

આ પરીક્ષણો દ્વારા રોગના શરૂઆતના તબક્કામાં શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. મહત્વનું છે કે NCD રોગો ધીમે ધીમે વિકસે છે અને સમયસર પકડાય તો તેમની અસરને ઘટાડવી શક્ય બને છે.

આહવા પ્રકારના કેમ્પોનું મુખ્ય હેતુ નિવારક આરોગ્યસેવા વધારવી અને લોકોમાં સ્વસ્થ જીવનશૈલીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવી છે.

આ કાર્યક્રમમાં સ્થાનિક આરોગ્ય અધિકારીઓ, ANM, ASHA વર્કરો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોકોની ભારે હાજરી જોઈને આરોગ્ય વિભાગને ભવિષ્યમાં વધુ મોટા પાયે આ પ્રકારના કેમ્પો યોજવા માટે પ્રોત્સાહન મળ્યું છે.આમ, અમરેલી જિલ્લામાં NCD કાર્યક્રમ હેઠળ લેવાયેલ આ પહેલ લોકઆરોગ્ય માટે એક સકારાત્મક પગલું સાબિત થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande