જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કેવી રીતે હેરાન પરેશાન કરવા, ખેડૂતો ખેતી કેવી રીતે છોડે? તેના માટેના જ પ્રયત્ન થઈ રહ્યા હોય તેવો આક્ષેપ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આપેલ આવેદનપત્રમાં કર્યો છે. પત્રમાં એમ જણાવ્યું છે કે કપાસના પાક માટે પેકેજ જાહેર કરવા આવે તેમ અન્ય પાકો માટે પેકેજ આપવા અને ખેડૂત માટે જે પોર્ટલની મુદત છે તેમાં સમય મર્યાદા વધારવા માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લામાં ઓક્ટોબર 2024 માં ખૂબ કમોસમી વરસાદ થયો ખેડૂતોના પાથરા ખેતરમાંથી તણાઇ રહ્યા હતા એના વિડિઓ આખા ગુજરાતે જાહેર માધ્યમોના માધ્યમથી જોયા જ છે એ ઉપરાંત આ કમોસમી વરસાદ પછી રાજ્યના કૃષિમંત્રી પોતે જામનગર જિલ્લાના ખેડૂતોના ખેતરની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ પોતે મગફળીના પાથરાઓ ઉપાડી પોતે જ સ્વીકાર્યું હતું કે ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે .
બીજું કે વિશ્વના તમામ કૃષિ વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે મગ, મઠ, અળદ, તલ, બાજરો, મગફળી અને કપાસ આ તમામ પાકોમાં કપાસ એ વરસાદમાં સૌથી વધારે ટકાઉ પાક છે ત્યારે સવાલ એ થાય છે કે સરકાર દ્વારા તાજેતરમાં જે કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2024 જાહેર કર્યું છે.
તેમાં કપાસ પાકનો જ સમાવેશ થયો છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે સૌથી વધારે ટકાઉ પાક હોય એને 33% થી વધારે નુકશાન સરકારે સ્વીકાર્યું હોય તો બીજા પાકો તો 80% વધારે નુકસાન થયું જ હશે તો સરકાર કપાસ પાક માટે પેકેજ આપે તો અન્ય પાકો માટે કેમ નહિ.?? સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજના પરિપત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે જે ખેડૂતોને કપાસ પાકમાં 33% વધારે નુકશાન છે તેવા ખેડૂતોએ 14 થી 28 જુલાઈ 2025 પહેલા સરકારના પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની ફરજીયાત છે.
પરંતુ ખેડૂતો જ્યારે પોત પોતાના ગામના VCE પાસે ઓનલાઈન અરજી કરવા જાય છે ત્યારે ખબર પડે છે કે સરકારનું પોર્ટલ ખુલતું જ નથી. આ પોર્ટલ એક બે કલાક કે એક બે દિવસ નહિ છેલ્લા 11 દિવસથી આ પોર્ટલ ખુલતું જ નથી તો હવે માત્ર ત્રણ જ દિવસ બાકી છે વીતેલા 11 દિવસમાં આખા જિલ્લામાંથી કોઈ એક ખેડૂતની અરજી સ્વીકારી શક્યું નથી તો તાત્કાલિક અસરથી આ પોર્ટલ ખોલવામાં આવે અને જે દિવસથી પોર્ટલ ખુલ્લે એ દિવસથી બીજા પંદર દિવસની મુદત વધારો કરવામાં આવે. તેવી માંગ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ કથીરીયા દ્રારા કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT