વલસાડ, 25 જુલાઈ (હિ.સ.)- આજના ટેકનોલોજીના આધુનિક સમયમાં બાળકો પોતાના આદિવાસી સમાજ અને આદિવાસી સંસ્કૃતિની ગરિમા ઉપર ગર્વ અનુભવે અને આદિવાસી લોકોની પરંપરાગત સંસ્કૃતિ જીવંત રાખે એવા આશય સાથે ધરમપુર તાલુકાના મુરદડ ગામમાં આવેલા સાવિત્રીબાઈ ફુલે અનાથ અને જરૂરિયાતમંદ આશ્રમમાં પરંપરાગત પર્વ દિવાસોની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુરદડ આશ્રમના કો-ઓર્ડિનેટર હીનાબેન નિકુળિયા તથા નિલેશભાઈ નિકુળિયા અને શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધો. 5 અને 6ની બાળાઓએ ઢીંગલા ઢીંગલીને હળદળ લગાવી લગ્નની રીતભાત કરી હતી. વાજતે-ગાજતે નજીકના પાણીના પ્રવાહમાં તરતું મૂકવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે