જામનગરની કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ફાયર સેફ્ટી તાલીમનું સફળ આયોજન કરાયું
જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ફાયર સેફ્ટી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ​મહિલા અને બાળ અધિકારી ડો.પી.આર. ડોડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં મહિલા અને બાળ વિકાસ
ફાયર તાલીમ


જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ફાયર સેફ્ટી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

​મહિલા અને બાળ અધિકારી ડો.પી.આર. ડોડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સપોર્ટ બેઇઝ સેન્ટર, 181 અભયમ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન,વિકાસ ગૃહ રેસ્ક્યુ હોમ, આંગણવાડીના બહેનો, તેમજ કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ હાઈસ્કૂલની દીકરીઓ સહિત 300 થી વધુ બહેનો અને દીકરીઓ હાજર રહી હતી.

આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે સલામતી જાળવવા અને સ્વ-રક્ષણ માટે જાગૃતિ કેળવવા હેતુ યોજાયેલ આ તાલીમમાં ​ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર સુમેળ ઉપેન્દ્ર, જસ્મીન ભેસદડિયા, પ્રોજેક્ટ ઓફિસર પરેશ રાઠોડ અને ફાયરમેન મનીષભાઈ તથા સંદીપભાઈ દ્વારા ફાયર સેફ્ટીની તાલીમ લાઈવ ડેમો સાથે આપવામાં આવી હતી જે ઉપસ્થિત બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande