વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ કચ્છના 106 ગામોને, 6839 કરોડનું માતબર રકમનું ફંડ મળશે, મોજણી શરૂ
ભુજ - કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને કેન્દ્ર સરકારે વિધિવત મંજૂરી આપ્યા બાદ મોજણીનું કામ લગભગ આટોપી લેવાયું છે. દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પાઈલટ પ્રોજેક્ટરૂપે અમલ શરૂ કરાયા બાદ હવે દેશના તમા
કચ્છના સરહદી ગામો માટે કેન્દ્ર સરકારે ફંડ ફાળવ્યું


ભુજ - કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને કેન્દ્ર સરકારે વિધિવત મંજૂરી આપ્યા બાદ મોજણીનું કામ લગભગ આટોપી લેવાયું છે. દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પાઈલટ પ્રોજેક્ટરૂપે અમલ શરૂ કરાયા બાદ હવે દેશના તમામ સરહદી રાજ્યમાં વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમના અમલ માટેનો તખતો ઘડાઈ ચૂક્યો છે. રણ અને દરિયાઈ સરહદે જોડાયેલા કચ્છના 106 ગામને વાયબ્રન્ટ બનાવવાની દિશામાં હદે નક્કર ડગ મંડાયા છે. જે હેઠળ કેન્દ્ર સરકારે રૂપિયા 6839 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.

દેશના અન્ય રાજ્યોમાં પણ આ કાર્યક્રમ અમલી

કેન્દ્રીય કેબિનેટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ માટે 6839 કરોડનું માતબર રકમનું ફંડ ફાળવ્યું છે. ગુજરાત ઉપરાંત આસામ, અરુણાચલ પ્રદેશ, સિક્કીમ, બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ, પંજાબ સહિતના તમામ સરહદી રાજ્યોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવાયા છે. જેની દેખરેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના સીધા દિશાનિર્દેશ હેઠળ થઇ રહી છે. ઉલ્લેખનિય છે કે સરહદી વિકાસ માટે અગાઉ કચ્છ આવેલા બંને મહાનુભાવોએ વિશેષ આયોજનો અમલી બનશે એમ જણાવ્યું હતું.

સરહદી પાટણ અને બનાસકાંઠાના ગામોનો પણ સસમાવેશ

કેન્દ્ર સરકારે આ નવા કાર્યકમના અમલ સાથે બીએડીપીમાં સમાવિષ્ટ તમામ ગામોને આવરી લીધાં છે. વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો લાભ કચ્છ ઉપરાંત પાટણ અને બનાસકાંઠાનાં સરહદી ગામોને મળવાનો છે. આ તમામ સરહદી ગામો અગાઉ સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમમાં સમાવિષ્ટ હતા.

સાંસ્કૃતિક વિકાસ, રોજગારી સહિતના આયામો જોવાેશે

વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત કચ્છનાં 106 જેટલાં સરહદી ગામોમાં કૌશલ્ય વિકાસ, સાંસ્કૃતિક વારસાની જાળવણી, આજીવિકા નિર્માણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ સહિતના સર્વાંગી વિકાસનાં કામોને અગ્રતા આપવામાં આવશે. આ અંગે મોજણીનું કાર્ય આખરી તબક્કે પહોંચ્યું હોવાનું જણાવાયું હતું. જિલ્લા આયોજન શાખાનાં માર્ગદર્શનમાં પ્રાંતકક્ષાએ 106 સરહદી ગામોમાં આરંભાયેલું મોજણીનું કાર્ય હવે આખરી તબક્કે પહોંચ્યું છે. 106 પૈકીના ગામોમાં કયા-કયા પ્રકારની સુવિધાની જરૂરિયાત છે તેનું આકલન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande