ગીર સોમનાથ 25 જુલાઈ (હિ.સ.) : માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા જિલ્લામાં વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ તથા ચોમાસામાં વાહનચાલકોને તકલીફ ન પડે તે હેતુથી વિવિધ જગ્યાઓ પર માર્ગ મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલનાં સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આવેલા પુલોનું સમારકામ થાય અને રોડ-રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ થાય તે માટેના નિર્દેશો આપવામાં આવ્યાં છે. જે અંતર્ગત વેરાવળ તાલુકાના આંબલીયા-ગોવિંદપરા રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના પરિણામે નુકસાન થયેલા રસ્તાઓનું સર્વે કરીને તેના રીપેરીંગનું કામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વિવિધ જગ્યાઓ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ