ટપાલ વીમા એજન્ટ માટે ઇન્ટરવ્યૂ : મહેસાણામાં તક
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : મહેસાણા ડિવિઝનના ડાકઘર અધિક્ષક દ્વારા ટપાલ જીવન વીમા અને ગ્રામિણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટે તા. 01 ઓગસ્ટ 2025, શનિવારના રોજ વોક-ઇન-ઈન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈન્ટરવ્યૂ હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, મહેસાણા -
ટપાલ વીમા એજન્ટ માટે ઇન્ટરવ્યૂ : મહેસાણામાં તક


મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : મહેસાણા ડિવિઝનના ડાકઘર અધિક્ષક દ્વારા ટપાલ જીવન વીમા અને ગ્રામિણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટે તા. 01 ઓગસ્ટ 2025, શનિવારના રોજ વોક-ઇન-ઈન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈન્ટરવ્યૂ હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, મહેસાણા - 384001 ખાતે સવારે 10:00 થી બપોરે 14:00 સુધી યોજાશે.

પાત્ર ઉમેદવારો પાસપોર્ટ સાઈઝ ફોટો, બાયોડેટા, ઉંમરનો પુરાવો, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, કેવાયસી ડોક્યુમેન્ટ અને જો હોય તો અનુભવ સર્ટીફિકેટની નકલ અને ઓરિજિનલ સાથે હાજર રહી શકશે.પાત્રતા માટે ઉંમર 18 વર્ષથી વધુ અને અભ્યાસમાં ઘોરણ 10 પાસ અથવા સરકારી માન્ય સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે.

આ તક ખાસ કરીને વીમા સલાહકારો, આંગણવાડી કાર્યકરો, નિવૃત્ત શિક્ષકો, બેરોજગાર યુવાનો, મહિલામંડળ કાર્યકરો, પંચાયત સંચાર કેન્દ્ર એજન્ટો વગેરે માટે લાભદાયી બની શકે છે. કોમ્પ્યુટર અને સ્થાનિક વિસ્તારોની જાણકારી ધરાવનારા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

એજન્ટ તરીકે પસંદ થનારા ઉમેદવારોએ રૂ. 5000/- ની KVP/NSC સિક્યુરિટી ડીપોઝિટ પણ જમા કરાવવી પડશે. જો ઉમેદવાર પહેલેથી કોઈ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હોય તો તેઓને આ એજન્સી માટે પાત્ર નહીં ગણવામાં આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande