જામનગરની એકમાત્ર હિન્દી માધ્યમની શાળામાં દસ વર્ષથી એક જ શિક્ષક !
જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર રાષ્ટ્રભાષા હિંદીના શિક્ષણ પ્રોત્સાહન આપવાની વાતો વચ્ચે જામનગરમાં વર્ષોથી રાષ્ટ્રભાષા હિન્દી નું શિક્ષણ આપતી શિશુવિહાર હિન્દી પ્રાથમિક, માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં શિક્ષકોની ભરતીની સરકા
હિન્દી સ્કૂલ


જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર રાષ્ટ્રભાષા હિંદીના શિક્ષણ પ્રોત્સાહન આપવાની વાતો વચ્ચે જામનગરમાં વર્ષોથી રાષ્ટ્રભાષા હિન્દી નું શિક્ષણ આપતી શિશુવિહાર હિન્દી પ્રાથમિક, માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં શિક્ષકોની ભરતીની સરકાર દ્રારા મજૂરી ન આપતા શિક્ષકોના પ્રશ્ને શાળા બંધ કરવાની જાહેરાત સંચાલકો દ્રારા સરકારને આપવામાં આવી છે.જેને લઈ અભ્યાસ કરતા વિધાર્થીઓ અને વાલીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

હિન્દી સમાજ, જામનગર દ્વારા સંચાલિત અને સરકાર માન્ય ગ્રાન્ટેડ અમારી શાળા શ્રી શિશુવિહાર હિન્દી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 7 ઈ.સ.1966 થી (હાલમાં ધોરણ બાલવાટીકા થી ધોરણ 8) જામનગરની એકમાત્ર ગ્રાન્ટેડ હિન્દી માધ્યમની શાળા રૂપે કાર્યરત છે. વખતો-વખતના વય નિવૃતિને લીધે જુના શિક્ષકો વય નિવૃતિ થતા.

શાળામાં ધોરણ બાલવાટીકા થી ધોરણ 8 સુધી વર્ષ 2025-26 માં કુલ 431 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે મહેકમ મુજબ કુલ 9 શિક્ષકોની સામે હાલમાં માત્ર 1 શિક્ષક કાર્યરત છે અને બાકીના 8 શિક્ષકોની થી જગ્યા વર્ષ 2015થી ખાલી છે. સરકારશ્રીને વખતો-વખત રજુઆત કરેલ હોવા છતાં પણ અમોને શિક્ષકો/જ્ઞાનસહાયકો આન્સુધી મળેલ નથી.

હાલ લધુમતિ શાળાઓ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં તેમના હક્ક માટે અરજી કરેલ છે ત્યારે શાળામા શિક્ષકો ન હોય ત્યારે મિશન ઓફ સ્કુલ એક્સીલંસ પ્રોજેક્ટ અંતર્ગત 11 માસના કરાર આધારીત જ્ઞાનસહાયકો મળવાપાત્ર રહે છે જે અમારી શાળાને આજ દિવસ સુધીમાં મળેલ નથી.

જો અમોને જુન-2026 સુધીમાં નિયમિત શિક્ષકો કે કરાર આધારીત જ્ઞાનસહાયકો ફાળવવામાં નહી આવે તો આવતા વર્ષ એટલેકે જુન-2026થી શાળામા અભ્યાસ કરતા પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને શિક્ષકો/ જ્ઞાનસહાયકો ન મળવાના કારણે તેઓના એલ.સી. સોંપી શાળા બંધ કરવાની ફરજ પડશે તેમ હિન્દી સમાજના સંચાલકોએ આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande