જૂનાગઢ જિલ્લા કલેક્ટર, અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ 25 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૩૬ પ્રશ્નો રજૂ કરાયા હતા. કલેકટર એ જિલ્લા સ્વાગતમાં પ્રશ્નો રજૂ કરનારા અરજદારોને વ
જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં


જૂનાગઢ 25 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૩૬ પ્રશ્નો રજૂ કરાયા હતા.

કલેકટર એ જિલ્લા સ્વાગતમાં પ્રશ્નો રજૂ કરનારા અરજદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ તેમના પ્રશ્નોના નિકાલ માટે કરવાની થતી કામગીરી ઝડપભેર કરવા અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સરકારી જમીનમાં દબાણ હટાવવા, દુધાળા થી બલિયાવાડ જવાનો જાહેર રસ્તો ખુલ્લો કરવા, દસ્તાવેજમાં શરત ભંગ બાબત, નમો લક્ષ્મી યોજનાની સહાય શરૂ કરાવવા, ગામતળ ગૌચર જમીનમાં દબાણ હટાવવા, રિસર્વે પ્રમોલગેશન બાદ થયેલ ક્ષેત્રફળમાં ફેરફાર બાબત,કેશલેસ હેલ્થ બેનિફિટ્સ સર્ટિફિકેટ મેળવવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડાપ્રાંત અધિકારી, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande