જુનાગઢના ચોરવાડ વિસ્તારમાં, સિંહ પરિવાર.
ચોરવાડના ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર જોવા મળ્યો
જુનાગઢ જિલ્લાના ચોરવાડ


જૂનાગઢ 25 જુલાઈ (હિ.સ.) ગીર પંથકમાં અવારનવાર સિંહ પરીવાર ના મોબાઇલમાં કેદ થાય વિડિઓ વાયરલ થાય છે ત્યારે ફરી એકવાર જુનાગઢના ચોરવાડ વિસ્તારમાં સિંહ પરિવાર ચોરવાડના ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર ટહેલતો જોવા મળ્યો અને કેમેરામાં કેદ થયો.

ચોમાસાની વનરાઈ ઓ ખીલી ઉઠી છે ત્યારે ગેલમાં આવેલા સિંહ પરિવારે ચોરવાડથી કુકસવાડા જતા રસ્તા ઉપર, માતાજીના મંદિર પાસેના રસ્તા ઉપર મોજથી ટહેલતો રાત્રે 3:30 વાગે નજરે ચડ્યો હતો લોકોમાં ભય સાથે કુતૂહલ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande