સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના બ્લોક તથા ક્લસ્ટર કો-ઓર્ડીનેટર માટે રિફ્રેશર તાલીમ યોજાવામાં આવી
જુનાગઢ 25 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના શશીકુંજ ખાતે કમિશ્નર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર, રાજ્ય ગામ વિકાસ સંસ્થા (SIRD) ગુજરાત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાના સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનામા ફર
સ્વચ્છ ભારત મિશન-


જુનાગઢ 25 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના શશીકુંજ ખાતે કમિશ્નર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર, રાજ્ય ગામ વિકાસ સંસ્થા (SIRD) ગુજરાત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાના સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનામા ફરજ બજાવતા બ્લોક તથા ક્લસ્ટર કો-ઓર્ડીનેટરને યોજનાકીય માહિતીનું રીફ્રેશમેન્ટ થઇ શકે તે હેતુથી એક દિવસીય રિફ્રેશર તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

SIRDના વિશેષ નિયામક બી.એમ.પ્રજાપતિનાં માર્ગદર્શનમાં આ તાલીમો ચાલી રહેલ છે. આ તાલીમમાં રાજય કક્ષાએથી SIRD માંથી ઉપસ્થિત કોર ફેકલ્ટી સુશ્રી નીલાબેન પટેલ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાલીમના ઉદ્દેશો અને તાલીમ દ્વારા પરિણામલક્ષી અસરકારક કામગીરી વિષે વિગતવાર માગદશૅન આપવામાં આવ્યુ હતુ. તેમજ SIRD ના માસ્ટર ટ્રેનર્સ દ્વારા તમામ તાલીમાર્થીઓને SBM-G PHASE-IIના વિવિઘ ઘટકો અંગે પ્રેઝન્ટેશન, શોર્ટ વિડિયો કલીપ, ગ્રુપ ડિસ્કશન તેમજ અન્ય પ્રવૃતિઓના માધ્યમથી પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતુ.

વધુમાં સાયબર પોલીસ સ્ટેશન, જૂનાગઢ રેન્જ કચેરીના એએસઆઈ હેમંત સોંદરવા તથા એએસઆઈ શ્રી વિશાલ જોશી દ્વારા PPT તેમજ ઉદાહરણ સાથે સાયબર ફ્રોડથી સતર્ક રહી આવા ફ્રોડનો ભોગ બની નાણાકીય નુકશાન ન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમના અંતે તાલીમાર્થીઓના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande