જૂનાગઢ- શાળાકીય રમતોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાય
જૂનાગઢ 25 જુલાઈ (હિ.સ.) માંગરોળ તાલુકામાં યોજાયેલ કબડ્ડી સ્પર્ધામાં ૪૮ ટીમો એ ભાગ લીધો: વિજેતા ટીમો જિલ્લા કક્ષાએ ભાગ લેશે જૂનાગઢ તારીખ, ૨૪ ગુજરાત સરકારના રમત ગમત વિભાગના સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢના માધ્ય
તાલુકા કક્ષાની કબડ્ડી  સ્પર્ધા


તાલુકા કક્ષાની કબડ્ડી  સ્પર્ધા


જૂનાગઢ 25 જુલાઈ (હિ.સ.) માંગરોળ તાલુકામાં યોજાયેલ કબડ્ડી સ્પર્ધામાં ૪૮ ટીમો એ ભાગ લીધો: વિજેતા ટીમો જિલ્લા કક્ષાએ ભાગ લેશે

જૂનાગઢ તારીખ, ૨૪ ગુજરાત સરકારના રમત ગમત વિભાગના સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ ૨૦૨૫-૨૬ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના અલગ અલગ તાલુકા ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

માંગરોળ તાલુકામાં સનસાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ ૪૮ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં અંડર ૧૪ બહેનોમાં જેતખમ પ્રાથમિક શાળા, અંડર- ૧૭ બહેનોમાં સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર,અંડર- ૧૯ બહેનોમાં સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર,અંડર- ૧૪ ભાઈઓમાં સોપાન પ્રાથમિક શાળા, અન્ડર ૧૭ ભાઈઓમાં એન.બી. શેખ હાઈસ્કૂલ, અંડર ૧૯ ભાઈઓ વિવેકાનંદ વિનય મંદિર શાળાની ટીમો વિજેતા થઈ હતી. જે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે.

આ તકે બીઆરસી માંગરોળ નરેન્દ્રસિંહ ચુડાસમા, એસવીએસ કન્વીનર નયનભાઈ ભટ્ટ અને શાળાના ટ્રસ્ટી મુફતી ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. એમ જૂનાગઢ જિલ્લા રમત ગમત અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande