ધારાસભ્યની અધ્યક્ષ સ્થાને લીલીયા તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે બેઠક મળી
અમરેલી 25 જુલાઈ (હિ.સ.) : લીલીયા તાલુકાના વિવિધ પ્રશ્નો કરીને લીલીયા-પૂંજપાદરા વિસ્તારમાંથી ઊઠેલા નાગરિકોના પ્રશ્નો સંદર્ભે આજે લીલીયા સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં સ્થાનિક પદાધિકારીઓ તથા વિભ
ધારાસભ્યની અધ્યક્ષ સ્થાને બેઠક મળી


અમરેલી 25 જુલાઈ (હિ.સ.) : લીલીયા તાલુકાના વિવિધ પ્રશ્નો કરીને લીલીયા-પૂંજપાદરા વિસ્તારમાંથી ઊઠેલા નાગરિકોના પ્રશ્નો સંદર્ભે આજે લીલીયા સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં સ્થાનિક પદાધિકારીઓ તથા વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન પીવાના પાણીની અછત, તુટેલા રસ્તાઓ, નાળાની સફાઈ, વીજ પુરવઠાની સમસ્યાઓ, કૃષિ સંબંધિત મુદ્દાઓ સહિતના વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. ધારાસભ્યશ્રીએ દરેક મુદ્દાને ગંભીરતાપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને પૂંજપાદરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઊઠતી વિવિધ માંગણીઓનો ઉલ્લેખ કરીને તેમણે યોગ્ય નિર્ણય લેવા તાકીદ કરી હતી.

અધિકારીઓએ પણ દરેક પ્રશ્ન માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માહિતીઓ આપી હતી. ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે “અમે સરકારના વિકાસલક્ષી અભિગમને અનુરૂપ ગ્રાસરૂટ લેવલ પર કાર્ય કરવા પ્રતિબદ્ધ છીએ. જનતાની સમસ્યાઓનું સમયમર્યાદામાં નિવારણ આપવું એ અમારી જવાબદારી છે.”

આ બેઠક નાગરિકોની આશાઓને સાંભળીને જવાબદારીપૂર્વક નિર્ણય લેવા માટેનું ઉત્તમ ઉદાહરણ બની છે. આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે વિકાસ કાર્યને ઝડપી ગતિ આપવી અને નાગરિકો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande