પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણ તાલુકાના એક ગામમાં યુવતી સાથે છેડતી અને તેના પતિ વિરુદ્ધ જાતિ આધારિત અપમાન કરવાના ગુનામાં એક યુવક વિરુદ્ધ રણુજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ફરિયાદી યુવતીએ રાવળ સુનિલ વિક્રમભાઈ નામના યુવક વિરુદ્ધ 20 મે 2025થી 04 જૂન 2025 વચ્ચે થયેલી ઘટનાની ફરિયાદ કરી છે.
ફરિયાદ અનુસાર, આરોપી સુનિલ ગામની દૂધ ડેરી પાસે સવાર-સાંજ ફરિયાદીની એકલતાનો લાભ લેતો હતો. તે ઈશારા કરતો, મોબાઈલ નંબર માંગતો અને એક પ્રસંગે યુવતીનો હાથ પકડીને તેની છાતી પર મૂક્યો હતો. આ ઉપરાંત આરોપીએ યુવતીના પતિ વિરુદ્ધ જાતિ આધારિત અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા.
આ કેસમાં રણુજ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 85 તેમજ SC/ST એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(R)(S), 3(2)(5)(A), અને 3(1)(W)(i)(ii) મુજબ ગુનો દાખલ કરાયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર