આઈ.ટી.આઈ. બીલીમોરા ખાતે ચાલતાં ટ્રેડોમાં બીજા તબક્કામાં અંગે મહત્વની જાણકારી
નવસારી, 25 જુલાઈ (હિ.સ.)- પ્રવેશસત્ર-2025માં આઈ.ટી.આઈ. બીલીમોરા ખાતે ચાલતાં ટ્રેડોમાં બીજા તબક્કામાં ખાલી રહેલ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની આગામી તારીખ આગામી તા.28-08-2025 થી 04-08-2025 સુધીની છે. જેથી બીજા રાઉન્ડ માટે ઓન લાઈન પ્રવ
આઈ.ટી.આઈ. બીલીમોરા ખાતે ચાલતાં ટ્રેડોમાં બીજા તબક્કામાં અંગે મહત્વની જાણકારી


નવસારી, 25 જુલાઈ (હિ.સ.)- પ્રવેશસત્ર-2025માં આઈ.ટી.આઈ. બીલીમોરા ખાતે ચાલતાં ટ્રેડોમાં બીજા તબક્કામાં ખાલી રહેલ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની આગામી તારીખ આગામી તા.28-08-2025 થી 04-08-2025 સુધીની છે. જેથી બીજા રાઉન્ડ માટે ઓન લાઈન પ્રવેશ ફોર્મ ભરવાની ઉમેદવાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી ભરવાની, ઓનલાઈન ચોઈસ ફીલીંગ કરવાની, પ્રવેશફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા-વધારા કરવાની, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરેલ ઉમેદવારને બીજા રાઉન્ડમાં ભાગ લેવા Online Consentની તમામ કામગીરી કરી શકાશે.

વધુમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રો સાથે સંસ્થા ખાતે રૂબરૂ આવી વિના મૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે તાત્કાલિક સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા બીલીમોરાની અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande