તીર્થધામ નારાયણ સરોવર ખાતે સ્વામિનારાયણ મંદિર, ભવ્ય વિશ્રાંતિ ભુવનનું 10મી ઓગસ્ટે લોકાર્પણ
ભુજ – કચ્છ, 25 જુલાઇ (હિ.સ.) ભારત દેશમાં સૌથી મોટો જિલ્લો ગુજરાતનો કચ્છ જિલ્લો છે. અહીંના લખપત તાલુકામાં આવેલા દેશના પાંચ પવિત્ર સરોવર પૈકીના તીર્થધામ નારાયણ સરોવર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવા સંકુલની સુવિધાનો આરંભ થવાનો છે. જે દૂરસુદૂરથ
નારાયણ સરોવરમાં તૈયાર થયેલું વિશાળ સંકુલ


ભુજ – કચ્છ, 25 જુલાઇ (હિ.સ.) ભારત દેશમાં સૌથી મોટો જિલ્લો ગુજરાતનો કચ્છ જિલ્લો છે. અહીંના લખપત તાલુકામાં આવેલા દેશના પાંચ પવિત્ર સરોવર પૈકીના તીર્થધામ નારાયણ સરોવર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવા સંકુલની સુવિધાનો આરંભ થવાનો છે. જે દૂરસુદૂરથી આવતા ભાવિકો માટે પ્રસાદનું વધુ એક સ્થળ બની રહેશે.

મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

ભુજ મંદિર ના મહંત સ્વામી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવદ્જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંતોના સંકલ્પ સાથે ભક્તિ સંસ્થાન પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે. આ વિશાળ મંદિરને રાષ્ટ્રીયસ્તરે લોકાર્પણનો એક કાર્યક્રમ તા. 10-08-2025 રવિવાર, શ્રાવણ વદ - 1 થી તા. 14-08 ગુરૂવાર, શ્રાવણ વદ 6 સુધી નારાયણ સરોવર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં નરનારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે. કથા પારાયણનો લાભ લેવા હરિભક્તોને આમંત્રણ અપાયું છે.

નારાયણ સરોવરનો મહિમા વેદવ્યાસે આલેખ્યો છે

પંપા સરોવર, માન સરોવર, બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર આપણા કચ્છ નું સુવર્ણ આભૂષણ સમાન છે. કચ્છપ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે કે, નારાયણ સરોવર નો મહિમા શ્રીમદ્ભાગવત મહાપુરાણ માં ખુદ ભગવાન વેદવ્યાસજીએ દર્શાવેલો છે.

12 એકર ભૂમિદાન સાથે સંકલ્પ પૂર્તિની શરૂઆત

ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ જૂના સંતોની ઇચ્છા સમાન ભગીરથ સંકલ્પ પાર પાડવા વરિષ્ઠ સંતો, સાંખ્ય યોગી બહેનો અને દેશ વિદેશના હરિભકતો સામે પ્રસ્તાવ મૂકતા સર્વ પ્રથમ ભુજ મંદિર ના સલાહકાર સમિતિ ના રામજીભાઈ દેવજી વેકરિયા પરીવારે12 એકરનું ભૂમિદાન આપ્યું છે.

મૂર્તિ સહિતના દાતાઓના સહયોગથી વિશાળ ભવનનું નિર્માણ

મદનપુરના હરિભક્ત કાનજીભાઈ મેપાણી સહ પરીવાર શિલાન્યાસ માં યોગદાન આપ્યું હતું તો મંદિર માં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ શિયાણીએ તૈયારી બતાવતાની સાથે અન્ય હરિભકતોમાં રામજીભાઈ ગોપાલ દબાસીયા, શાંતીભાઈ દબાસીયા , લાલજીભાઈ દબાસીયા, કાંતીભાઈ નારાણ કેરાઈ , ઉપકોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસીયા, રવજીભાઈ જાદવા ખીમાણી દહીસરા અને કાનજીભાઈ. કે. વરસાણી સામત્રા,અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રવાપર વિગેરે દેશ વિદેશમાં વસ્તા અનેક હરિભક્તોએ આ ભગીરથ કાર્ય માં મોટી સેવા સાથે યોગદાન આપવાની તૈયારી બતાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande