મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુમાં મુસાફરોને વાહન વ્યવહારમાં કોઈ અવરોધ ન આવે એ હેતુથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ખતમ થયેલા માર્ગોની મરામત તથા રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરાઈ છે.
આ પ્રક્રિયા હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ હસ્તકના નં. 58 ઉપર આવેલા ખેરાલુથી સતલાસણા વચ્ચેના રસ્તા પર પેચવર્ક સહિત મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
આ માર્ગ પર હોટમિક્ષ મટીરિયલ અને રોલર મારફતે સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી સ્થાનિક લોકો તેમજ મુસાફરોને સલામત અને સરસ ગતિશીલ ટ્રાફિક સુવિધા પ્રાપ્ત થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR