વડોદરામાં રાત્રે જમવાનું નહીં મળતાં રેસ્ટોરન્ટ માલિક પર હુમલો, ચાર આરોપી ઝડપાયા
વડોદરા, 25 જુલાઈ (હિ.સ.)- વડોદરા શહેરના સમતા રોડ વિસ્તારમાં યુવા ભાજપના વોર્ડ-9ના મંત્રી અને રેસ્ટોરન્ટ માલિક ગૌરાંગ પઢિયાર પર થયેલા હુમલા મામલે ચાર આરોપીઓને પોલીસે ઝડપ્યા છે. હુમલાની પાછળનું કારણ માત્ર રાત્રે જમવાનું ન મળ્યું હોય તે કહેવાતું છે. હક
વડોદરા


વડોદરા, 25 જુલાઈ (હિ.સ.)- વડોદરા શહેરના સમતા રોડ વિસ્તારમાં યુવા ભાજપના વોર્ડ-9ના મંત્રી અને રેસ્ટોરન્ટ માલિક ગૌરાંગ પઢિયાર પર થયેલા હુમલા મામલે ચાર આરોપીઓને પોલીસે ઝડપ્યા છે. હુમલાની પાછળનું કારણ માત્ર રાત્રે જમવાનું ન મળ્યું હોય તે કહેવાતું છે.

હકીકત મુજબ, વાઘોડિયા રોડ પર આવેલા રેસ્ટોરન્ટમાં શક્તિસિંહ રાણા અને તેના ત્રણ સાથીદારો મોડી રાત્રે જમવા ગયા હતા. હોટલ બંધ થઈ ગઈ હોવાથી કૂકે જમવાનું નહીં મળતું હોવાનું જણાવ્યું હતું. શક્તિસિંહે માલિક સાથે ફોન પર વાત કરાવવા કહ્યું અને પછી ફોન કરીને ગાળો આપી ધમકી આપી હતી.

ગૌરાંગ પઢિયારે ગાળો ન બોલવા કહ્યું તો શક્તિસિંહે ઘેર આવીને હુમલો કરવાની ધમકી આપી તેની પાસે સરનામું માંગ્યું. ગૌરાંગે પોતાનું લોકેશન મોકલ્યું, ત્યારબાદ શક્તિસિંહ અને તેના સાથીદારો તેની રેસિડેન્સ પાસે પહોંચ્યા અને તેને બોલાવીને હુમલો કર્યો.

આ ઘટનામાં એક શખ્સે ચપ્પુથી ચાર ઘા ઝીંક્યા હતા. આસપાસના લોકોએ આવીને વચ્ચે પડતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. વડોદરા પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતા અવગત કરી, તપાસના આધારે તમામ ચાર આરોપીઓને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande