જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળામાં ટ્રાફિકને કોઇ અડચણ ન થાય તે માટે આરટીઓ કચેરીથી જંગલેશ્વર મહાદેવના મંદિર સુધીનો રસ્તો તાત્કાલીક પુરો કરવા માટે મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન. મોદીએ સુચના આપેલ હતી.જેથી મેળો પહેલા જ આ રસ્તો પુરો કરી દેવામાં મિગ કોલોની પાસેનું જંગલેશ્વર મહાદેવ મંદિરનું ડીમોલેશન હાથ ધરેલ હતું. બીજી તરફ તળાવની પાળના પાછલા ભાગનો ફોરલેન રસ્તો પણ ખુલ્લો કરીને સ્ટ્રીટલાઈટો ફિટીંગ માટે પોલ ઉભા કરવાનું કામ હાથ ધરેલ હતું.
શ્રાવણી મેળામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે હજુ ગઇકાલે જ મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદી, એસ.પી.પ્રેમસુખ ડેલુ, એસડીએમ પ્રશાંત પરમાર, ડીવાયએસપી ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની અને કાર્યપાલક ઇજનેર તેમજ મેળાના ઇન્ચાર્જ મુકેશ વરણવાએ મેળાના સ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીઓ દ્વારા 2005ની સાલમાં મંજુર થયેલો આરટીઓ ઓફીસથી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધીનો રસ્તો તાત્કાલીક પુરો કરવા આદેશ કર્યો છે અને તેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
આ ઉપરાંત સાતરસ્તાથી લાલબંગલા થઇ તળાવની પાળે જતો. નવો ડીપી રોડ તેમજ બંને તળાવ વચ્ચેનો પાછલા તળાવનો ફોરલેન રસ્તો પણ ખુલ્લો મુકી દેવા જણાવવામાં આવ્યું હતું.જેને લઈ મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના કંટ્રોલિંગ મુકેશ વરણવા સહિતની ટીમે ડીમોલેશન આજ સવારથી હાથ ધરેલ હતું.
જેમાં મિગ કોલોની નજીક આ રોડ ઉપર આવેલ વર્ષો જૂનું અને અનેક ભાવિકોની આસ્થાના પ્રતીક સમાન જંગલેશ્વર મહાડેવ મંદિર દૂર કરવા ડીમોલેશન હાથ ધરેલ હતું. આ ઉપરાંત આ રોડ ઉપર આવતી અન્ય સરકારી કચેરીના બંધકામોને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
એટલું જ નહિ જંગલેશ્વર મહાદેવનું નવા મંદિરનું કામ પ્રગતિ હેઠળ છે જેથી ત્યાં મહાદેવજી પ્રાણપતિષ્ઠા કરવામાં આવશે. તેમજ રોડ ખુલ્લો થતાની સાથે સ્ટ્રીટ લાઈટો માટેના પોલ ઉભા કરવાનું પણ કામ હાથ ધરેલ છે તેમજ રોડ ઉપર ડામર રોડ કરવાની કામગીરી શરૂ થશે.
આ ઉપરાંત સાત રસ્તાથી મિગ કોલીની સુધી પાછલા તળાવની પાળ ઉપર નવો રસ્તો બનાવવા પણ કામગીરી આગામી સમયમાં હાથ ધરાશે.આ નવો રોડ બનતા સાત રસ્તા થી ટાઉનહોલ જવા માટે નવો રોડ વાહનચાલકોને ટ્રાફિકની સમષ્યમાં રાહત આપશે. આ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો ફિટીંગ, ડામરરોડ બનાવવા કામો હાથ ધરશે. જેથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેનો શ્રાવણી મેળો યોજી શકાય તે માટે મહાનગરપાલિકાના તંત્રએ તૈયારી આરંભી દીધી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT