પાટણમાં આજથી શ્રાવણ માસનો આરંભ, શિવમંદિરો શિવમય બન્યા
પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પવિત્ર શ્રાવણ માસનો આજે શુક્રવારના સિદ્ધિયોગમાં ધર્મમય માહોલ સાથે શુભારંભ થયો છે. પાટણ શહેરના વિવિધ શિવાલયોમાં શિવભક્તો ભગવાન ભોળાનાથની ઉપાસનામાં લીન બન્યા હતા. પ્રથમ દિવસે ભક્તોએ શંખનાદ સાથે ધ્વજારોહણ કરી ભગવાન આસુતોષને શ્રદ્ધા
પાટણમાં આજથી શ્રાવણ માસનો આરંભ, શિવમંદિરો શિવમય બન્યા


પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પવિત્ર શ્રાવણ માસનો આજે શુક્રવારના સિદ્ધિયોગમાં ધર્મમય માહોલ સાથે શુભારંભ થયો છે. પાટણ શહેરના વિવિધ શિવાલયોમાં શિવભક્તો ભગવાન ભોળાનાથની ઉપાસનામાં લીન બન્યા હતા. પ્રથમ દિવસે ભક્તોએ શંખનાદ સાથે ધ્વજારોહણ કરી ભગવાન આસુતોષને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કર્યો હતો.

શહેરના શિવાલયોમાં ભક્તોએ શિવલિંગ પર દૂધ, જળ તથા બીલીપત્ર ચડાવી વિશેષ અભિષેક પૂજા વિધિ કરી હતી. શિવ ઉપાસનાથી શિવભક્તોએ પરમ આનંદ અને શિવાનંદની અનુભૂતિ કરી હતી. ભક્તિભાવના સાથે ભોળાનાથને ભજવામાં શિવભક્તો લીન જોવા મળ્યા હતા.

પાટણના સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ અને છત્રપતેશ્વર મહાદેવ ખાતે ભક્તોએ પંચામૃતથી અભિષેક કરી પુષ્પ અર્પણ કર્યા હતા. મૂળેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ સહિત અનેક શિવમંદિરોમાં શિવનાદ ગુંજ્યા હતા. પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો પ્રકૃતિથી સુગંધિત વાતાવરણમાં શિવ સાથે આત્માને જોડવાનો પ્રયાસ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande