સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે, પ્રાતઃ પૂજા અને પ્રાતઃ આરતી કરવામાં આવી.
સોમનાથ 25 જુલાઈ (હિ.સ.) શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે.ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે ભક્તોનો ઘોડાપુર આજરોજ વહેલી સવારે 5 વાગ્યાથી ઉમટી પડ્યો.મહાદેવને વિશેષ શૃંગાર સાથે પ્રાતઃ પૂજા અને પ્રાતઃ આરતી કરવામાં આવી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ
સોમનાથ વિશેષ શૃંગાર સાથે


સોમનાથ 25 જુલાઈ (હિ.સ.) શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે.ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે ભક્તોનો ઘોડાપુર આજરોજ વહેલી સવારે 5 વાગ્યાથી ઉમટી પડ્યો.મહાદેવને વિશેષ શૃંગાર સાથે પ્રાતઃ પૂજા અને પ્રાતઃ આરતી કરવામાં આવી.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે આજરોજ શ્રાવણ માસના પ્રથમ દીવસે ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો.વહેલી સવારે 5:30 વાગ્યે મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.બમ બમ ભોલે અને જય સોમનાથના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું.ગુજરાત સિવાય અન્ય ઘણા રાજ્યોમાં શ્રાવણ માસની શરૂઆત 15 દિવસ અગાઉ થઈ ચૂકી છે ત્યારે આજરોજ ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત થતા શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મંદિરના કપાટ દરરોજ 5:30 કલાકે ભક્તો માટે ખુલશે.જ્યારે સોમવાર અને તહેવારના દિવસોમાં મંદિર 4 વાગ્યે ભક્તો માટે ખુલશે અને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

વહેલી સવારે પ્રાતઃ વિશેષ શૃંગાર સાથે મહાદેવની પ્રાતઃપૂજા અને આરતી કરવામાં આવી.ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સવાલક્ષ બિલ્વ પૂજન નો પણ પ્રારંભ કરવામાં આવ્યો. આ વર્ષે દરરોજ સવારે 10:30 કલાકે પાઘયાત્રાનું મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવશે.જે પાઘ મધ્યાહન સમયે મહાદેવને અર્પણ કરવામાં આવશે.ત્યારબાદ મધ્યાહન શૃંગાર, મધ્યાહન આરતી, સંધ્યા આરતી સમયે પણ વિશેષ શૃંગાર કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande