ગીર સોમનાથ 25 જુલાઈ (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તેમજ સંસ્કૃત ભારતી, ગીર સોમનાથ દ્વારા તારીખ ૩૧/૦૭/૨૦૨૫ થી તારીખ ૬/૦૮/૨૦૨૫ દરમ્યાન સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષા જનભાષા બને તે માટે વેરાવળ સોમનાથના નગરજનો સંસ્કૃત ભાષામાં વાતચીત કરી શકે તે માટે જુદા જુદા સ્થાનોમાં સંસ્કૃત સંભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માટે માનનીય કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ સાહેબની અધ્યક્ષતામાં તેમજ માનનીય કુલસચિવ ડો. મહેશકુમાર મૈત્રા સાહેબના માર્ગદર્શનમાં વેરાવળ નગરના પ્રબુધ્ધ નાગરિકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કુલસચિવ ડો. મહેશકુમાર મૈત્રા સાહેબે સંસ્કૃત સંભાષણ વર્ગો અંગે તેમજ સંસ્કૃત સપ્તાહ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે વેરાવળનગરના પ્રબુદ્ધ નાગરિકોએ સંસ્કૃત સંભાષણ વર્ગો સફળ બને તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ આયોજન ગોષ્ઠીમાં ગિરીશભાઈ કોટેચા, ડો. જયેશભાઈ વઘાસિયા, ડો. સંજયભાઈ પરમાર , લખનભાઈ સોલંકી, પ્રોફેસર વાળાસાહેબ , પ્રિ. સ્મિતાબેન ચગ, શાંતાબેન ઝાલા, ડૉ. સુનીલભાઈ જેઠવા, પ્રિ.ચંદ્રેશભાઈ જોશી, પ્રિ. નરેન્દ્રકુમાર પંડ્યા, પ્રો. વિનોદ કુમાર ઝા, ભાવેશભાઈ સેવરા, વનરાજભાઈ, ડૉ. ટાંક સાહેબ, ડો. કિરણભાઈ ડામોર, ડૉ.વિપુલભાઈ જાદવ, ડો. જયેશભાઈ મુંગરા, ડૉ.જીગરભાઈ ભટ્ટ, ડૉ. ડી. એમ. મોકરિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સંગોષ્ઠીમાં મહાનુભાવોએ સંસ્કૃતના સંવર્ધન માટે વિવિધ વિચારો વ્યક્ત કરી સંસ્કૃતની સેવા કરવાના આ પવિત્ર કાર્ય કરવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. તેમજ સંસ્કૃત સંભાષણ વર્ગો સફળ બને તે માટેદર્શન પૂરું પાડ્યું હતું. સંસ્કૃત યુનિવર્સિટીની આત્મીયતાને પણ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમના અંતે સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિ અધ્યક્ષીય ઉદ્બોધન કર્યું હતું. ડો. ડી. એમ. મોકરિયાજીએ સત્ર સંચાલન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ