લીલીયામાં નવીન બ્રિજની કામગીરીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
અમરેલી, 25 જુલાઈ (હિ.સ.) લીલીયાના વિકાસનો નવો સેતુ બનશે મેજર બ્રિજ લીલીયા તાલુકાના અંટાળિયા-સાજણટીંબા-હરિપર રોડ પર આવેલો જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હતો. વરસાદી સમયમાં માર્ગ અવરોધિત થતો હોવા અને વાહનચાલકોના જીવના જોખમમાં વધારો થતા, ઘણા સમયથી સ
લીલીયા માં નવીન બ્રિજની કામગીરી નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું


અમરેલી, 25 જુલાઈ (હિ.સ.) લીલીયાના વિકાસનો નવો સેતુ બનશે મેજર બ્રિજ

લીલીયા તાલુકાના અંટાળિયા-સાજણટીંબા-હરિપર રોડ પર આવેલો જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હતો. વરસાદી સમયમાં માર્ગ અવરોધિત થતો હોવા અને વાહનચાલકોના જીવના જોખમમાં વધારો થતા, ઘણા સમયથી સ્થાનિક લોકો નવીન બ્રિજની માંગણી કરતા હતાં. આ માંગણીને ધ્યાને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી.

સરકાર દ્વારા વિકાસ અને જનતાની સુરક્ષા બંનેને કેન્દ્રમાં રાખીને અહીં નવા મેજર બ્રિજના નિર્માણ માટે રૂ. 850 લાખની મંજૂરી આપી છે. જૂના બ્રિજને તોડી નવો અને મજબૂત બ્રિજ નિર્માણ થવાથી હવે પરિવહન સરળ બનશે તેમજ આજુબાજુના ગામોનો સંપર્ક વધુ મજબૂત બનશે. ગ્રામજનોથી લઈને વિદ્યાર્થીઓ અને ખેડૂતોએ આ બ્રિજ માટે લાંબા સમયથી આશા રાખી હતી.

આજરોજ નવનિર્મિત મેજર બ્રિજ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. હવે આવતીકાલથી જ જૂના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી શરૂ થશે. નવો બ્રિજ વિસ્તૃત અને આધુનિક માળખાવાળો બનશે જે આગામી વર્ષો સુધી લોકોને સુરક્ષિત અને સુલભ ટ્રાફિક સુવિધા આપશે.

આ વિકાસાત્મક પગલાથી લીલીયા તાલુકાના વિસ્તારોને નવી ગતિ મળશે અને વિસ્તરણના દ્વાર ખૂલી રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande