મંત્રી કુંવરજીભાઇની રજૂઆત ફળી, ભુજ રાજકોટની ટ્રેન શરુ: પણ સપ્તાહમાં માત્ર 3 દિવસ
ભુજ - કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) : 30મી જુને તેના નિર્ધારિત દિવસ પછી બંધ થઇ ગયેલી ભુજ રાજકોટ ભુજ રૂટની પેસેન્જર ટ્રેન ફરીથી શરૂ થશે. તાજેતરમાં જ સૌરાષ્ટ્રના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ રેલ વિભાગ સમક્ષ રજૂઆત કરીને
રાજકોટ ભુજ ટ્રેન ફરીથી દોડશે


ભુજ - કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) : 30મી જુને તેના નિર્ધારિત દિવસ પછી બંધ થઇ ગયેલી ભુજ રાજકોટ ભુજ રૂટની પેસેન્જર ટ્રેન ફરીથી શરૂ થશે. તાજેતરમાં જ સૌરાષ્ટ્રના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ રેલ વિભાગ સમક્ષ રજૂઆત કરીને આ ટ્રેન પુન: શરુ કરવાની માગણી કરી હતી. તેમની રજૂઆત સ્વીકારવામાં આવી છે પરંતુ રોજના બદલે આ ટ્રેન સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ દોડશે. જોવાનું એ છે કે, કચ્છના સ્થાનિક પ્રતિનિધિઓના બદલે રાજકોટના લોકપ્રતિનિધિએ રજૂઆત કર્યાના ગણતરીના દિવસોમાં ટ્રેન શરૂ કરાઇ છે અને તે પણ તેમણે સૂચવેલા રાત્રિના સમય મુજબ આ ટ્રેન આવજા કરશે. 29મી જુલાઇથી રાજકોટથી ભુજ આવવા આ ટ્રેન નીકળશે અને ત્યારબાદ ભુજથી 30મીએ જશે. ભુજથી રવાના થવાનો સમય રાત્રે 11 વાગ્યાનો રહેશે અને રાજકોટથી રાત્રે 10.30 વાગ્યે ઉપડશે. અનુક્રમે સવારે 5 અને 5.30 વાગ્યે પહોંચશે.

TOD અંતર્ગત આ ટ્રેન સેવાને શરૂ કરવાની મંજૂરી

પશ્ચિમ રેલવેએ જારી કરેલા નોટિફિકેશન મુજબ ટ્રેન ઓન ડિમાન્ડ TOD અંતર્ગત આ ટ્રેન સેવાને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં વધારાના ટ્રાફીકને અનુસંધાને સમર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડવવાની જાહેરાત કરાઇ છે. રાજકોટ-ભુજ-રાજકોટ ટ્રેન ટ્રાયવિકલી રહેશે. જે રાજકોટથી ટ્રેન નંબર 09545 મંગળવાર, ગુરૂવાર અને શનિવારે દોડશે જ્યારે ભુજથી ટ્રેન નંબર 09546 બુધવાર, શુક્રવાર અને રવિવારે દોડશે. કુલ 17 કોચની આ ટ્રેન ફાળવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande