ગોઝારિયાના સરપંચનો અનોખો પ્રયાસ: ગામજનો માટે શરૂ કર્યું જનસંપર્ક કેન્દ્ર
મહેસાણા 25 જુલાઈ (હિ.સ.) મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામે મહિલા સરપંચ તૃપ્તિબેન મિસ્ત્રીએ ગામજનોના હિતમાં ગ્રામ પંચાયત બહાર જનસંપર્ક કાર્યાલય શરૂ કર્યો છે. આ કેન્દ્ર દ્વારા લોકો માટે આધાર કાર્ડ, વિધવા સહાય, ફોર્મ ભરાવા, અને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્
ગોઝારિયાના સરપંચનો અનોખો પ્રયાસ: ગામજનો માટે શરૂ કર્યું જનસંપર્ક કેન્દ્ર


મહેસાણા 25 જુલાઈ (હિ.સ.) મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામે મહિલા સરપંચ તૃપ્તિબેન મિસ્ત્રીએ ગામજનોના હિતમાં ગ્રામ પંચાયત બહાર જનસંપર્ક કાર્યાલય શરૂ કર્યો છે.

આ કેન્દ્ર દ્વારા લોકો માટે આધાર કાર્ડ, વિધવા સહાય, ફોર્મ ભરાવા, અને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન જેવી તમામ સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે. સરપંચ અને તેમની ટીમ જાતે લોકોની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ લાવે છે.

ગુજરાતમાં એ પહેલીવાર છે કે કોઈ સરપંચે ગ્રામ પંચાયતની બહાર અલગથી આવી સેવા શરૂ કરી છે. ગોઝારિયાની આ પહેલ લોકસેવામાં એક નવી દિશા આપે છે અને અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande