મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલા તળેટી ગામમાં છેલ્લા ૧૦ દિવસથી પાણી નથી મળતું. ગામનો મુખ્ય બોર ફાટી જતા પાણીની વ્યવસ્થા બગડી ગઈ છે. ૩,૫૦૦થી વધુ વસતી ધરાવતા આ વિસ્તારમાં લોકો દુરથી કે ટેન્કર દ્વારા પાણી લાવવામાં મજબૂર બન્યા છે.
સ્થાનિક મહિલાઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, “ગામ પંચાયતના સમયમાં તાત્કાલિક કામગીરી થતી હતી, હવે નગરપાલિકા કોઇ સાંભળતું નથી.” મહિલાઓએ ચીમકી ઉચ્ચારી કે જો પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે.
લોકોએ નગરપાલિકા પાસે અનેક વાર રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ નહીં આવતા ગ્રામજનો નિરાશા અનુભવીએ છે. લોકોને આશા છે કે તાત્કાલિક નવી બોરખોદી કે વિકલ્પિક વ્યવસ્થા હાથ ધરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR