આ ચોમાસામાં કચ્છ ગુજરાતનું ચેરાપુંજી બનશે ? સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો ભુજ – કચ્છ, 25 જુલાઇ (હિ.સ.) રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ
વિજયસાગર સહિતના ડેમ કચ્છમાં છલકાયા


રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો ભુજ – કચ્છ, 25 જુલાઇ (હિ.સ.) રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. ચાલુ ચોમાસામાં કચ્છ જિલ્લો રાજ્યનો ચેરાપુંજી વિસ્તાર બને એમ સ્થિતિ સામે આવી રહી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.

સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 એમ.સી.એફ.ટી પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે.

48 ડેમ હાઈ એલર્ટ ઉપર, 28 ભરાયા

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઈ એલર્ટ, 19 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. 62 ડેમ 70 ટકાથી 100 ટકા, 41 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 38 ડેમ ૨૫ ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર

ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 25 જુલાઈની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, 68.23 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande