ભુજ - કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) ભુજમાં રાત્રિના લગભગ 01વાગ્યે થર્ડ કોલર દ્વારા મદદ માટે ફોન આવેલ થર્ડ કોલર ટીમને જણાવે કે તેઓ પી.આઈ છે અને પેટ્રોલિંગ દરમ્યાન ત્યાં એક બેન મળી આવ્યા છે. તેમની ઉંમર 18 વર્ષ છે અને ઘરે જાણ કર્યા વિના બહાર નીકળી ગયા છે. ઘરે જવાનું કહો તો મરી જઇશ જેવા વાક્યો બોલ્યા ત્યારે કાઉન્સિલીંગ કર્યા બાદ 181ની ટીમે આ મહિલાને પરિવાર સુધી પહોચાડી હતી.
ટીમની સતર્કતા અને સમયસૂચકતા
રાત્રિના સમયે ફરજ ઉપર હાજર કાઉન્સિલર પ્રવિણાબેન કોન્સ્ટેબલ હીનાબેન તેમજ પાયલોટ દિનેશભાઈ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બેન સાથે કાઉન્સિલિંગ કરેલ અને પરિવાર વિશે માહિતી જણાવવા કહેલ પરંતુ શરૂઆતમાં તેઓ કોઈ પણ પ્રકારની જાણકારી આપે નહીં તેમ જ કહે કે જો મને મારા પરિવારને સોંપી તો હું મરી જઈશ તેમ જણાવ્યા કરતા હતા.
પરિવાર પાસે ન જવાની જીદ
મારે પરિવાર પાસે નથી જવું એટલે તો હું ઘરે થી ભાગી નીકળી છું. કોઈપણ પ્રકારનો કોન્ટેક્ટ કે તેમના પરિવાર વિશેની જાણકારી આપતા નહોતા. પરિવારવાળા એમને પ્રેમ નથી કરતા અને ત્રાસ આવે છે તેમજ જોબ પણ કરવા દેતા ન હોવાના લીધે આવું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જણાયું હતું.
આખરે પરિવારની વિગતો આપી
ઘરમાં 2 જ ભાઈ બહેન હોય જેમાં નાના ભાઈને વધુ પ્રેમ કરે એવી ફરિયાદ પણ તેમણે કરી હતી. આખરે વાતચીત કરી અને પ્રેમથી સમજાવીને પરિવારની માહિતી બહાર કાઢી તેમજ રાજી ખુશીથી બેનને સમજાવીને એમના પરિવારને સુરક્ષિત સોંપવામાં સફળતા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA