પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : જેસીઆઈ પોરબંદર મહિલા વિંગ દ્વારા વર્ષ દરમિયાન બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે જુદાજુદા કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે નૃત્ય પરફોર્મન્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર, જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પોરબંદરના માર્ગદર્શન હેઠળ જેસીઆઈ પોરબંદરની મહિલા વિંગ દ્વારા પરંપરાગત લોકકલા વારસાના જતન માટે સાંસ્કૃતિક લોકનૃત્ય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 18 વર્ષ સુધીના બાળ કલાકારોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને પોતાનામાં રહેલી નૃત્ય કલાને પ્રસ્તુત કરી હતી. આ તમામ ભાગલેનાર બાળકોનું સર્ટિફિકેટથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદર મહિલા વીંગના પ્રમુખ એકતા દાસાણી, ભક્તિ મોનાણી, દીપ્તિ લાખાણી અને સમગ્ર લેડી ટીમે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya