વિજાપુરમાં રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી, પાંજરાપોળમાં કરાયું સ્થળાંતર
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : વિજાપુર શહેરમાં રસ્તા પર રખડતા ઢોરોની સમસ્યાને લઈ નગરપાલિકાએ ખાસ અભિયાન હાથ ધર્યું છે. પાલિકા, ખાનગી એજન્સી અને માલધારી સમાજના સહકારથી અત્યાર સુધીમાં 150થી વધુ ઢોર પકડી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. આ અભિયાનમાં રાત્રે-
વિજાપુરમાં રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી, પાંજરાપોળમાં કરાયું સ્થળાંતર


મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : વિજાપુર શહેરમાં રસ્તા પર રખડતા ઢોરોની સમસ્યાને લઈ નગરપાલિકાએ ખાસ અભિયાન હાથ ધર્યું છે. પાલિકા, ખાનગી એજન્સી અને માલધારી સમાજના સહકારથી અત્યાર સુધીમાં 150થી વધુ ઢોર પકડી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.

આ અભિયાનમાં રાત્રે-દિવસ કામગીરી કરીને ઢોરોને પકડી ખુલ્લી જગ્યામાં ઘાસ-પાણીની સુવિધા સાથે રાખવામાં આવ્યા છે. પાલિકા ના મનીષાબેન રાઠોડે જણાવ્યું કે સમગ્ર કામગીરી ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભુરાની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

માલધારી સમાજે સ્પષ્ટ કર્યું છે કે રખડતા ઢોરો સ્થાનિક નહિ પણ બહારના લોકો દ્વારા છોડી દેવામાં આવ્યા છે. હાલમાં પાંજરાપોળના સહકારથી ઢોરોને ત્યાં મોકલવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં એનિમલ હોસ્ટેલ અથવા ગૌશાળા માટે જગ્યા નક્કી કરીને વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande