મોડાસા, 26 જુલાઈ (હિ.સ.) : આર્ટ્સ કોલેજ, શામળાજી ખાતે એન.સી.સી. યુનિટ દ્વારા 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી ઉમંગપૂર્વક કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ.અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં એન.સી.સી (N.C.C) કેડેટ્સ ને કારગિલ યુદ્ધ અંગેની મહત્વની વિસ્તૃત માહિતી ડો હેમંત પટેલ દ્વારા આપવામાં આવી હતી. એન. સી સી. કેડેટ્સમાં રાષ્ટ્રભક્તિ અને યુવાનોમાં દેશસેવા ભાવનાનો વિકાસ થાય એ હેતુસર દેશભક્તિ પર આધારિત ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. સદર કાર્યક્રમનું સંચાલન એન.સી.સી. ઓફિસર ડૉ. હેમંત પટેલ તથા ડૉ. કલ્પના પટેલે સંયુક્ત રીતે કર્યું હતું. સાથે જ કોલેજનો સ્ટાફગણ તથા મંડળના મંત્રી દિલીપભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ