ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના દ્વારા આગામી દિવસોમાં યોજાનાર શક્તિ કેન્દ્ર સંયોજકઓના પ્રશિક્ષણ વર્ગ અંગે આયોજન બેઠક નું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક જીલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ જી ગોહિલ ની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ, ભાવનગર ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં આગામી તાલીમ વર્ગના આયોજન, સંચાલન તથા કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જીલ્લાના વિવિધ તાલુકાઓના મુખ્ય કાર્યકરો, મંડળ પ્રમુખો તથા જીલ્લા પ્રભારીઓએ ઉપસ્થિત રહી સૂચનો અને વિચારવિમર્શ દ્વારા તાલીમ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓને સમર્થન આપ્યું.
શક્તિ કેન્દ્ર સંયોજકો માટે યોજાનાર પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ તેમને ભાજપના મિશન, વિઝન અને આદર્શોને સુચિત રીતે જાણકારી આપવી અને તેઓને જુદી-જુદી કામગીરી માટે કાર્યદક્ષ બનાવી પાર્ટીના બૂત સ્તરના સંઘઠનને મજબૂત બનાવવાનો છે. પ્રશિક્ષણ વર્ગમાં સંગઠનશાસ્ત્ર, મતદાર યાદીનું વિશ્લેષણ, મહાવોટર ડેટા, રણનીતિ આયોજન, તેમજ વિવિધ પ્રચાર સાધનો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
દિગ્વિજયસિંહજી ગોહિલએ જણાવ્યુ હતું કે શક્તિ કેન્દ્ર સંયોજકો ભાજપના સિંચન કક્ષાના કાર્યકરો છે અને તેઓની તૈયારી થકી પક્ષનું નેટવર્ક વધુ મજબૂત બનશે. તેમણે દરેક કાર્યકરને આ તાલીમ વર્ગમાં પૂર્ણ તૈયારી સાથે જોડાવાની અને પાર્ટીની ભવિષ્યની વિજય યાત્રામાં મજબૂત કડી બની કાર્ય કરવાનું આહવાન કર્યું. આ બેઠક શુભ સંકેતો સાથે પૂર્ણ થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai