ભાવનગર 26 જુલાઈ (હિ.સ.) મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ ટ્રેન નંબર ૧૯૫૭૧/૧૯૫૭૨ રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક ટ્રેન અને ટ્રેન નંબર ૫૯૫૬૦/૫૯૫૫૭ ભાવનગર-પોરબંદર-ભાવનગર દૈનિક ટ્રેનને તરસાઈ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપ્યો છે. ઉપરોક્ત બંને ટ્રેનો ૨૫ જુલાઈ, ૨૦૨૫ થી તરસાઈ સ્ટેશન પર રોકાઈ રહી છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, વિગતો નીચે મુજબ છે:-
પોરબંદરથી રાજકોટ અને પોરબંદરથી ભાવનગર જતી બે ટ્રેનોના સ્ટોપેજ મળતાં, ગ્રામજનોએ ડ્રાઇવર અને ગાર્ડને મીઠાઈ ખવડાવીને રેલવે વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો.
ભાવનગર ટર્મિનસથી દરરોજ ચાલતી ટ્રેન નંબર ૫૯૫૬૦ ભાવનગર ટર્મિનસ-પોરબંદર તરસાઈ સ્ટેશન પર ૨૧.૦૧ વાગ્યે પહોંચે છે અને ૨૧.૦૨ વાગ્યે ઉપડે છે. તેવી જ રીતે, પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર ૫૯૫૫૭ પોરબંદર - ભાવનગર ટર્મિનસ દૈનિક તરસાઈ સ્ટેશન પર ૦૭.૪૯ વાગ્યે પહોંચે છે અને ૦૭.૫૦ વાગ્યે ઉપડે છે.
રાજકોટથી ઉપડતી ટ્રેન નંબર ૧૯૫૭૧ રાજકોટ - પોરબંદર દૈનિક તરસાઈ સ્ટેશન પર ૧૦.૫૨ વાગ્યે પહોંચે છે અને ૧૦.૫૩ વાગ્યે ઉપડે છે. તેવી જ રીતે, પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર ૧૯૫૭૨ પોરબંદર - રાજકોટ દૈનિક તરસાઈ સ્ટેશન પર ૧૪.૫૫ વાગ્યે પહોંચે છે અને ૧૪.૫૬ વાગ્યે ઉપડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ