પાટણ, 26 જુલાઈ (હિ.સ.)પાટણ તાલુકાના ધારપુર ગામના વતની અને હાલ પાટણ, સૌપાનવિલા, હાંસાપુર-બોરસણ રોડ પર નિવાસ કરતાં 69 વર્ષીય ખેડૂત અને વેપારી ભરતભાઈ ઈશ્વરભાઈ અંબારામદાસ પટેલના ખેતરમાંથી બોરનો કેબલ વાયર ચોરી ગયો છે. આ ચોરી તેમના પરભુડી ઓટા વિસ્તારમાં આવેલ સોમાતવાડા નામના ખેતરમાં 24 જુલાઈ સાંજે 7 વાગ્યાથી 25 જુલાઈ સવારે 8:30 વચ્ચે થઈ હોવાનું જાણવા મળે છે.
અજાણ્યા શખ્સે બોરની ઓરડીનું તાળું તોડી અંદર ઘૂસી ગયો હતો અને ઓરડીમાંથી જોન્સન ગોલ્ડ કંપનીનો અંદાજે 140 ફૂટ લાંબો, 50 એમ.એમ.નો કેબલ વાયર ચોરી લીધો હતો. ચોરાયેલ વાયરની બજારકિંમત આશરે રૂ. 68,000/- હોવાનું પેટલસહેબે જણાવ્યું.
આ ઘટના અંગે ભરતભાઈ પટેલે રણુંજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધ્યો છે અને અત્યારે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર