ભાવનગર નારી રોડ પર લૂંટના ઈરાદે ઘાતકી હુમલો.
ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.) ભાવનગર નારી રોડ પર લૂંટના ઈરાદે ઘાતકી હુમલો, કાયદો વ્યવસ્થા પર સવાલ..... ભાવનગર શહેરમાં ગુરૂવારે રાત્રે નારી રોડ વિસ્તારમાં લૂંટના ઈરાદે ગંભીર ઘટના ઘટી હતી. બોલેરો ચલાવતાં એક ચાલક અને તેના મિત્રોએ અજાણ્યા શખ્સોનો ઘાતકી હુમલો
ભાવનગર નારી રોડ પર લૂંટના ઈરાદે ઘાતકી હુમલો.


ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.) ભાવનગર નારી રોડ પર લૂંટના ઈરાદે ઘાતકી હુમલો, કાયદો વ્યવસ્થા પર સવાલ.....

ભાવનગર શહેરમાં ગુરૂવારે રાત્રે નારી રોડ વિસ્તારમાં લૂંટના ઈરાદે ગંભીર ઘટના ઘટી હતી. બોલેરો ચલાવતાં એક ચાલક અને તેના મિત્રોએ અજાણ્યા શખ્સોનો ઘાતકી હુમલો સહન કરવો પડ્યો હતો. મળતી માહિતી અનુસાર, આરોપીઓ લાકડીઓ અને ઢીંકા પાટુ વડે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

હુમલાખોરોએ વાહનમાં તોડફોડ કરી અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. ત્રણથી ચાર આરોપી બાઈક પર આવી યુવકોને રસ્તામાં અટકાવ્યા હતા અને ક્રૂરતાપૂર્વક હુમલો કરી રોકડ રકમ છીનવી હતી.

આ ઘટના બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સામાન્ય નાગરિકો હવે શહેરમાં પોતાની સુરક્ષાને લઇને ભયભીત થઈ ગયા છે. નારી રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવી લૂંટ ઘટનાએ પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા કર્યા છે.

ઘટનાની જાણ મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. નજીકના સી.સી.ટી.વી. ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ માટે દોડધામ મચી ગઈ છે.

શહેરવાસીઓએ આવી ઘટનાને લઇ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને પકડી કડક સજા કરવાની માગ ઉઠાવી છે. પોલીસ તંત્ર માટે આ ઘટના કાયદો વ્યવસ્થાને લઈને પડકારરૂપ સાબિત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande