પાટણ પાલિકામાં ચેરમેનનો હુકમ રદ: મહિલા સભ્યોના પતિઓની દખલગીરી મુદ્દે વિવાદ
પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ વચ્ચે મતભેદોની તિરાડો ઊંડાઈ રહી છે. 18 જુલાઈ 2025ના રોજ કારોબારી ચેરમેન મુકેશ પટેલે એક દફતરી હુકમ જારી કર્યો હતો, જેમાં ચૂંટાયેલા મહિલા સભાસદોના પતિદેવોને વહિવટમાં હસ્તક્ષેપ કર
પાટણ પાલિકામાં ચેરમેનનો હુકમ રદ: મહિલા સભ્યોના પતિઓની દખલગીરી મુદ્દે વિવાદ


પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ વચ્ચે મતભેદોની તિરાડો ઊંડાઈ રહી છે. 18 જુલાઈ 2025ના રોજ કારોબારી ચેરમેન મુકેશ પટેલે એક દફતરી હુકમ જારી કર્યો હતો, જેમાં ચૂંટાયેલા મહિલા સભાસદોના પતિદેવોને વહિવટમાં હસ્તક્ષેપ કરતા અટકાવવાનો આદેશ આપ્યો હતો. તેમની દલીલ હતી કે કેટલાક પતિદેવો પોતાની પત્ની તરીકે ચૂંટાયેલી સભાસદોની ગેરહાજરીમાં શાખાઓમાં હસ્તક્ષેપ કરે છે, જેને રોકવું જરૂરી છે. આ હુકમ રાજ્યના નગરપાલિકા નિયામકના 11 ફેબ્રુઆરી 2015ના પરિપત્રના આધારે આપવામાં આવ્યો હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.

કારોબારી ચેરમેનના આ હુકમને માત્ર છ દિવસમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે રદ કરી નાખ્યો. પ્રમુખે જણાવ્યું કે ચેરમેનને આવા કોઈ વહિવટી હુકમ કરવાનો કાયદેસર અધિકાર નથી. ગુજરાત મ્યુનિસિપલ એક્ટ-163ની કલમ-45(ગ) મુજબ મળેલા અધિકારનો ઉપયોગ કરીને તેમણે આ હુકમને તાત્કાલિક અસરથી રદ કર્યો. પ્રમુખના જણાવ્યા મુજબ હુકમનું કાયદાકીય આધાર પર કોઈ વલણ ન હતું.

મુકેશ પટેલે પોતાનો હેતુ મહિલાઓને વહિવટ શીખવવાનો હોવાનું સ્પષ્ટ કર્યું અને પ્રમુખના આ નિર્ણય પર દુઃખ વ્યક્ત કર્યું. તેમનું માનવું છે કે આવા નિર્ણયથી ચૂંટાયેલી મહિલા સભાસદોની કારગિરી ક્ષમતા વિકસાવવાને બદલે, સંચાલનમાં અવરોધ ઊભો થશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande