પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળામાં સંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ થશે
પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદરમાં જન્મષ્ટમીના પાંચ દીવસના લોકો મેળાના આયોજનની તડમાર તૈયારીઓ ચાલી રહી છે. આ લોકોમેળામાં રાત્રીના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ વખતે રાજયકક્ષાની સ્વાત
પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળામાં સંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ થશે


પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદરમાં જન્મષ્ટમીના પાંચ દીવસના લોકો મેળાના આયોજનની તડમાર તૈયારીઓ ચાલી રહી છે. આ લોકોમેળામાં રાત્રીના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ વખતે રાજયકક્ષાની સ્વાતંત્ર પર્વ પર્વની ઉજવણી દરમ્યાન મેળાનો પણ પ્રારંભ થઈ રહ્યો હોય આથી આ વખતે રાજય સરકાર દ્રારા મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે તે અંગેની વિચારણા ચાલી રહી છે. જો રાજય સરકાર દ્રારા સાંસ્કૃતિ કાર્યક્રમો કરવામાં આવશે તો તે કાર્યક્રમની જમાવટ થશે તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે.

આ અંગે ટુંક સમયમાં વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે તેવુ પણ જાણવા મળી રહ્યુ છે. પોરબંદરમા શ્રાવણ માસમાં બળેવ પૂનમના દિવસે પોરબંદરનો સ્થાપના દિવસ હોય તેની ઉજવણી પણ કરવામા આવશે તો રાજયકક્ષાના સ્વાતંત્ર પર્વ પર્વની ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવશે. ત્યાર બાદ જન્માષ્ટમીના મેળાનુ પણ આયોજન કરવામાં આવશે. પોરબંદર ત્રિવેણી સંગમ સમા ત્રણ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande