ગીર સોમનાથ, 26 જુલાઈ (હિ.સ.) કોડીનાર તાલુકાના ડોળાસા ગામે કુમાર પ્રાથમિક શાળા ની પાછળ નારહેણાકી વિસ્તારમાં નવું ગટરનું કામ હાથ ધરાયું છે. ડોળાસાની કુમાર પ્રાથમિક શાળાના પાછળના ભાગથી લઈ રામનગર વિસ્તાર સુધી નવી ગટરલાઈનનું કામ હાથ ધરાયું છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં વરસાદી પાણીમાં ભરાવો થતો હોય છે, જેના કારણે મશરૂ અને અન્ય જીવાતો અને ગંદકી પણ ફેલાતી હતી હવે આ ગટરનું કામ પૂરું થશે. આ વિસ્તારમાં વરસાદ માલોકોને આ સમસ્યામાંથી છુટકારો મળશે. ડોળાસા ગ્રામ પંચાયત દ્વારા 15 માં નાણાપંચ માંથી ગટર યોજનાનું કામ હાથ કર્યું હતું. લોકોમાં એક ખુરશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ