ભારતીય બનાવટની વિદેશી દારૂ પોતાના કબ્જામા તથા રહેણાંક મકાને, જથ્થો રાખી હેર ફેર કરતા ઇસમોને પકડી પાડતી ઉના સર્વલન્સ સ્કોર્ડ
ગીર સોમનાથ 6 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ મ્હે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર-સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ દ્વારા પ્રોહી-જુગાર બદીઓ નેસ્તનાબુદ કરી નાખવા બાબતેની સુચના આપેલ જે સુચના
ભારતીય બનાવટની વિદેશી દારૂ પોતાના કબ્જામા તથા રહેણાંક મકાને, જથ્થો રાખી હેર ફેર કરતા ઇસમોને પકડી પાડતી ઉના સર્વલન્સ સ્કોર્ડ


ગીર સોમનાથ 6 જુલાઈ (હિ.સ.)

જુનાગઢ રેન્જ મ્હે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર-સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ દ્વારા પ્રોહી-જુગાર બદીઓ નેસ્તનાબુદ કરી નાખવા બાબતેની સુચના આપેલ જે સુચના આધારે

આજરોજ પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા નાઓની સુચના અને માર્ગદર્શન હોય કે પ્રોહી અંગેના કેસો શોધી અને અસરકારક કામગીરી કરવા સારૂ જાતેથી ઉના પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો સાથે ઉના પો.સ્ટે.વિસ્તર પેટ્રોલિંગમા દરમ્યાન એ.એસ.આઇ શાંતિલાલ વેલાભાઇ સોલંકી તથા પો.હેડ.કોન્સ.હરપાલસિંહ મહાવિરસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રવિસિંહ પ્રદીપસિંહ ગોહીલ ખાનગી રાહે હકીકત મળેલ કે, લેરકા ગામે રહેતા દીલીપભાઇ વિરાભાઇ વાળા રહે.લેરકા ઠે.નવાપરા વાળો ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો પોતાના કબ્જામા રાખેલ છે અને તે હેરવે ફેરવે છે તેવી ચોક્કસ બાતમી આધારે તુરંત જ બાતમીવાળી રહેણાક મકાને આવતા બે ઇસમો મોટર સાયકલમાં વચ્ચેના ભાગે બાચકુ લઇ અને પ્રોહી મુદામાલ સગેવગે કરતા હોય જેઓને સાથે રાખી તેમના કબ્જામાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલો મળી આવતા નં-(૧) ગુન્હાની કામગીરી પુર્ણ કરી તે દરમ્યાન એ.એસ.આઇ જોરૂભા નારણભા મકવાણા તથા પો.હેડ.કોન્સ.નાનજીભાઇ સાર્દુલભાઇ ચારણીયા તથા પો.કોન્સ.ભાવસિંહ ગોવિંદભાઇ પરમાર ખાનગી રાહે હકીકત મળેલ કે, લેરકા ગામે રહેતા બાજુમા રહેતા વીપુલભાઇ કાનાભાઇ વાળા રહે.લેરકા ઠે.નવાપરા વાળા ના રહેણાક મકાને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોતાના રહેણાક મકાને સંતાડેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે તુરંત જ બાતમીવાળા રહેણાક મકાનમા તપાસ કરતા રૂમમા જોતા તેમા પ્લાસ્ટીકના બાચકા બે પડેલ હોય જેમા જોતા તેમા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવતા ઉના પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશનની કલમો હેઠળ અલગ અલગ ગુન્હાઓ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

♦ ગુન્હાના નં-(૧) ના આરોપીઓ:-

(૧) દીલીપભાઇ વિરાભાઇ વાળા ઉ.વ.૨૮ ધંધો.ખેતી રહે.લેરકા ઠે.નવાપરા વિસ્તાર તા.ઉના જી.ગીર સોમનાથ.

(૨) વિશાલભાઇ ઉર્ફ વીંછી બાલુભાઇ સોલંકી ઉ.વ.૨૧ ધંધો.ખેતી રહે.લેરકા ઠે.બાપાસીતારામ સામે ગરબી ચોક તા.ઉના જી.ગીર સોમનાથ.

(૩) ઉમેશભાઇ અરજણભાઇ બાલશ રહે. જેપુર તા-તાલાળા જી.ગીર સોમનાથ પકડવાનો બાકી

(૪) સુનીલભાઇ ઉર્ફ રામો કાનભાઇ વાળા રહે. લેરકા તા.ઉના જી.ગીર સોમનાથ. પકડવાનો બાકી

♦ ગુન્હાના નં-(૨) ના આરોપી:-

(૧) વિપુલભાઇ કાનાભાઇ વાળા રહે.લેરકા ઠે.નવાપરા વિસ્તાર તા.ઉના જી.ગીર સોમનાથ હાજર નહી મળી આવનાર

♦ ગુન્હાના નં-(૧) નો પ્રોહી મુદામાલ કબ્જે કરેલ:-

(૧) કિમપ્રીસ સ્પેશ્યલ વ્હીસ્કી ૧૮૦ M.L..ની બોટલ નંગ-૩૬૭ જેની કિ.રૂ.૩૬,૭૦૦/-

(૨) મોબાઇલ નંગ-૦૧ જેની કિ.રૂ.૯,૦૦૦/-

(૩) બજાજ કંપનીની મોટર સાયકલ નંગ-૦૧ જેની કિ.રૂ.૯૦,૦૦૦/-

ગુન્હાના નં-(૨) નો પ્રોહી મુદામાલ કબ્જે કરેલ:-

રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ M.L.ની બોટલ નંગ-૧૪૩ જેની કિ.રૂ.૨૫,૦૨૫/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande