વડોદરામાં કાર ધકકાથી માસૂમ બાળકીના મોતની ઘટના, આરોપીની ધરપકડ
વડોદરા, 26 જુલાઈ (હિ.સ.)- વડોદરામાં વધુ એક દુખદ માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં એક માસૂમ બાળકીનો ભોગ લેવાયો છે. ઘટના ગોત્રી વિસ્તારમાં આવેલી ઇસ્કોન હાઇટ્સ નજીક બની હતી જ્યાં એક બાંધકામ સાઇટ પર રમતી નાની બાળકી, એલિસા નિનામા, અચાનક કારની ટક્કરનો શિકાર બ
Accident


વડોદરા, 26 જુલાઈ (હિ.સ.)- વડોદરામાં વધુ એક દુખદ માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં એક માસૂમ બાળકીનો ભોગ લેવાયો છે. ઘટના ગોત્રી વિસ્તારમાં આવેલી ઇસ્કોન હાઇટ્સ નજીક બની હતી જ્યાં એક બાંધકામ સાઇટ પર રમતી નાની બાળકી, એલિસા નિનામા, અચાનક કારની ટક્કરનો શિકાર બની ગઈ.

અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ બાળકીનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઇ ગયું છે. પરિવારજનો દ્વારા કડક પગલાંની માંગ સાથે ન્યાય માટે અપીલ કરવામાં આવી છે.

ગોત્રી પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને તરત જ કાર્યવાહી કરતાં આરોપી કાર ચાલક અર્જુન અમરસિંહ ચાવડાની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande