જૂનાગઢ, 26 જુલાઈ (હિ.સ.) જુનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા 23 માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાય છે વરસાદના કારણે જિલ્લામાં વૃક્ષ અને જાડી જાખરા પડવા તેમજ માઇનોર ફ્રેશ ડેમેજ થવાથી માર્ગને નુકસાન થયું છે. જેને યોગ્ય કરવા જુનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા અવિરત પણે સતત કામગીરી ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 23 માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરી છે. આ જુનાગઢ તાલુકામાં આવેલ અજેવડી થી વાસાસીમડી રોડ પર મેટલ પ્રેસ વર્કરની કામગીરી હાથ ધરી છે ઉપરાંત બાકી રહેતા રસ્તાઓનું રીપેરીંગ કામ શરૂ છે એમ કાર્યપાલક ની યાદી જણાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ