જૂનાગઢ, 26 જુલાઈ (હિ.સ.) જૂનાગઢના શાપુર પટેલ સમાજ ખાતે ચેતન્ય ધામ હનુમાનજી મંદિરના લાભાર્થે આજથી 9 ઓગસ્ટ સુધી બપોરે 3 થી સાંજના 6 દરમિયાન ભાગવત જ્ઞાનયજ્ઞ નો આજે ભવ્ય પોથીયાત્રા સાથે પ્રારંભ થયો હતો. શાપુરના ભાગવતાચાર્ય સરીય મનોજભાઈ ભટ્ટ વ્યાસપીઠ પરથી પોતાની અલોકિક શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે કપિલ જન્મ વામન જન્મ રામ જન્મ કૃષ્ણ જન્મ રૂક્ષ્મણી વિવાહ જેવા ધાર્મિક પ્રસંગો યોજાશે, તો ભાગવત જ્ઞાન યજ્ઞ સત્ય સંઘનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને ચેતન્ય ધામ સેવા સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ