જૂનાગઢ 26 જુલાઈ (હિ.સ.) માળીયા ચોરવાડ ગામે શાંતિકુંજ હરિદ્વાર ધારાસભ્ય રથયાત્રા પહોંચતા ગાયથી પરિવાર તેમજ કુકસવાડા ગૌસેવા હોસ્પિટલ દ્વારા સ્વાગત કરાયું હતું. કળશયાત્રાને આવકારવા પૂર્વ નુડલ પ્રેરક જોતી કુમાર મહેતા તેમજ નયનાબેન રાજુભાઈ ગોંડલીયા અને છાયાબેન કેવલભાઈ મહેતા દ્વારા પુષ્પથી સ્વાગત બાદ આરતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શક્તિ કળશનો લાભ સૌ પ્રથમ જીવન લાલ મોતીચંદ વિનય મંદિર શાળાના શાળાના સ્ટાફ તેમજ બાળકોએ પૂજન તેમ જ આરતી કરી ધન્યતા અનુભવી હતી.
કન્યાશાળા બાબુભાઈ વાઢેર તેમજ તેમના સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીની બહેનો દ્વારા સ્વાગત તેમજ આરતી કરાવેલી લગભગ 550 દીકરીઓ દ્વારા શક્તિ રથનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ