જામનગર, 26 જુલાઈ (હિ.સ.) : રાજકોટના એક મહિલાએ જામનગરમાં વસવાટ કરતા પોતાના પતિના માસીના દીકરા સામે વીસ વખતથી વધુ દૂષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની મહિલાએ પોતાના પતિના માસીના દીકરા સામે લગ્નની લાલચ આપી બે ડઝન વખત દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ વર્ષ ૨૦૧૬માં લગ્ન કરનાર આ મહિલાને સંતાન પ્રાપ્તિ થતી ન હતી તે પછી અવારનવાર ઘરે આવતા પતિના માસીના દીકરાએ જામનગર દવા લેવા માટે આવવાનું કહેતા આ પરિણીતા સાસુ સાથે જામનગર આવ્યા હતા. જ્યાં તારા પતિને દારૂ પીવાની આદત છે, તને સારી રીતે રાખતો નથી અને મને મારી પત્ની સાથે રહેવું નથી તેમ કહી આ શખ્સે માયાજાળ પાથરી હતી.
તે પછી ગયા વર્ષે આ શખ્સ તથા ઉપરોક્ત પરિણીતા અને તેનો પતિ દીવ ફરવા માટે ગયા હતા જ્યાં નશો કર્યા પછી હોટલમાં મહિલાનો પતિ સુઈ જતા મોડીરાત્રે તેના માસીના દીકરાએ પરિણીતા પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ મહિલાને માતાના ઘેર ચાલ્યા જવાનું કહેતા તેનું માની ત્યાં ચાલી ગયેલી પરિણીતાને અવારનવાર રાજકોટ અને દ્વારકાની હોટલમાં લઈ જઈ આ શખ્સે દૂષ્કર્મ ગુજાર્યું હતું અને પછીથી લગ્ન કરી લેવાનો ઈન્કાર કરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT